Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ મધ્યપ્રદેશના સ્ટ્રીટ વેન્ડર્સ સાથે કર્યો સ્વનિધિ સંવાદ

Live TV

X
  • છેલ્લા છ વર્ષમાં ગરીબો માટે આ સરકારે કામ કર્યું છે. તેટલું કામ અગાઉ ક્યારેય નથી થયું તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના લારી ગલ્લા વાળા સાથેના સ્વનિધિ સંવાદ દરમિયાન જણાવ્યુ હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હાલમાં કોરોના મહામારી દરમિયાન સૌથી વધુ લારી-ગલ્લા વાળા એટલે કે સ્ટ્રીટ વેંડર્સની પરિસ્થિતી કપરી બની છે.

    જેના કારણે, કેન્દ્ર સરકાર દ્વારા સ્વનિધિ યોજના ,અમલ માં લાવવા માં આવી છે. અમારો સંકલ્પ છે ,કે, તમામ દેશવાસી ,આત્મનિર્ભર બને. આ માટે ,સ્ટ્રીટ વેંડર્સ માટે સ્વનિધિ યોજના અંતર્ગત રૂ. 10 હજાર સુધીનું ધિરાણ આપવામાં આવી રહ્યું છે.

    આ ધિરાણ ઉપર સાત ટકા વ્યાજ દરની સબસિડી આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે, પ્રવર્તમાન મુશ્કેલીના સમયમાં સ્ટ્રીટ વેંડર્સ માટે આ યોજના ઘણી ઉપયોગી સાબિત થઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply