ડ્રગ કેસમાં NCBએ અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી
Live TV
-
નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો એ અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે..અભિનેતા સુશાંત રાજપૂત કેસ સંબંધમાં રિયાની ઘણા સમયથી પૂછપરછ થઇ રહી હતી.. NCBએ છેલ્લા બે દિવસમાં રિયા ચક્રવર્તીની કલાકો સુધી પૂછપરછ કરી હતી...રિયા ચક્રવર્તીને મેજીસ્ટ્રેટ સમક્ષ વીડીયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવી..ઉલ્લેખનીય છે કે, NCB આ કેસમાં રિયાના ભાઇ, શોવિક અને સુશાંતના મેનેજર સેમ્યુઅલ મીરાન્ડાની પાંચ સપ્ટેમ્બરે ધરપકડ કરી ચૂકી છે...કેસમાં આ ત્રીજી ધરપકડ છે...શોવિક અને સુશાંતના મેનેજરની કસ્ટડી આવતીકાલે પૂરી થવા જઇ રહી છે...સુશાંત મૃત્યુ કેસમાં CBI નાણાકીય લેવડ-દેવડના કેસમાં ED અને ડ્રગ એંગલની તપાસ એનસીબી દ્વારા થઇ રહી છે...
