LAC પર વર્તમાન સ્થિતિને લઇને ભારતીય સેનાનું નિવેદન, "શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે અમે કટિબદ્ધ"
Live TV
-
લદાખમાં પેન્ગોગ સરોવરના દક્ષિણ કિનારા પર બનેલી તાજેતરની ઘટના પર ભારતીય સેનાએ નિવેદન આપતા જણાવ્યું, કે, ચીનના દાવા તદ્દન પાયા વિહોણા છે.. ભારતે કહ્યું કે, PLAના જવાનોએ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે...ભારતીય સેનાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભારતે વાસ્તવિક અંકુશ રેખા પાર નથી કરી અને ન તો ગોળીબાર કર્યો છે. ભારતીય સેનાએ કહ્યું કે, ચીનની PLA વાતચીત ચાલુ હોવા છતાંય સમજૂતીનું ઉલ્લંઘન કરી રહી છે..સેનાએ જણાવ્યું કે, વારંવાર ચીની સેનાની ઉશ્કેરણી છતાં પણ ભારતીય સેનાએ સંયમનો પરિચય આપ્યો છે અને શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે ભારતીય સેના કટિબદ્ધ છે...
