Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાથી મૃત્યુદર ઘટીને 1.70 ટકા; રિકવરી રેટ વધીને 77.65 ટકા

Live TV

X
  • ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણનીતિ સાથે દેશ સતત કોરોનાની સામે જંગ લડી રહ્યો છે...કોરોના મહામારીમાં સારા સમાચાર એ છે કે, કોરોનાનો ડેથ રેટ ઘટી રહ્યો છે..દેશમાં ડેથ રેટ 1.70 ટકા અને રિકવરી દર 77.31 ટકા નોંધાયો છે...અત્યાર સુધીમાં પાંચ કરોડ લોકોનું ટેસ્ટિંગ થઇ ચૂક્યું છે..દેશમાં અત્યાર સુધી કોરોનાથી 42 લાખ 80 હજાર 422 લોકો સંક્રમિત થઇ ચૂક્યાં છે, તો કોરોના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 72 હજાર 775 લોકોનાં મૃત્યુ થયા છે...હાલ દેશમાં કોરોનાના 8 લાખ 83 હજાર 697કેસ એક્ટિવ છે, તો 33 લાખ 23 હજાર 950 દર્દી સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યાં છે. કોરોનાની વેક્સિનને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વપૂર્ણ નિવેદન કર્યું છે...ટ્રમ્પે જણાવ્યું કે, ઓક્ટબરના અંત સુધીમાં કોરોના વેક્સિન તૈયાર થઇ જાય તેવી શક્યતા જોવાઇ રહી છે...તેમણે જણાવ્યું કે, અમેરિકામાં વૈજ્ઞાનિકો વેક્સિન પર ખૂબ ઝડપથી કામ કરી રહ્યાં છે, તે જોતા વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા કોરોનાની વેક્સિન તૈયાર થઇ જશે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply