Skip to main content
Settings Settings for Dark

નડીયાદનાં બિલોદરા હાઇવે પર સર્જાયો અકસ્માત,10 લોકોના મૃત્યું

Live TV

X
  • ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલ બિલોદરા એકસપ્રેસ હાઇવે પર એક અકસ્માત સર્જાયો હતો.વડોદરા તરફથી અમદાવાદ જઈ રહેલ એક પેસેન્જર આર્ટિકા કાર બિલોદરા પાસે ઉભેલ એક ટ્રેલર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર કુલ 10 લોકોના મૃત્યુ થયા હતા. 

    જેમાં 8 પેસેન્જરનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યું નિપજયા હતાં.જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 મુસાફરોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બન્નેના સારવાર દરમિયાન મૃત્યું નીપજ્યા હતા.મૃતકોમાં એક બાળકીનો સમાવેશ થાય છે. બનાવને પગલે હાઇવે પેટ્રોલિંગ અને નડીયાદ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસ મૃતકોની ઓળખ વિધિ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

    અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિકો અને હાઇવે પેટ્રોલિંગ કરતી પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply