Skip to main content
Settings Settings for Dark

નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે છેલ્લા 7 વર્ષમાં તૈયાર કર્યું સાયબર ગુનાઓને ડામવા મજબૂત માળખું: કેન્દ્રીય ગૃહમંત્રી

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે છેલ્લા સાત વર્ષમાં સાયબર ગુનાઓને ડામવા મજબૂત માળખું તૈયાર કર્યું છે. અને હવે આ વ્યવસ્થા પોલીસ ચોકી સ્તરે પણ લાગુ પડશે. સાયબર ગુના, ખતરો, પડકારો અને પ્રતિક્રિયા આ વિષય પર સંસદ પરિસરમાં ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની અધ્યક્ષતા કરતા તેમણે જણાવ્યું કે, દેશના બધા 16 હજાર 347 પોલીસ મથકોમાં ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક અને સિસ્ટમ સીસીટીએનએસ લાગુ કરવામાં આવી છે. અને નવરચિત પોલીસ મથકો સહિત 99 ટકા પોલીસ મથકો પર સો ટકા એફઆઈઆર સીસીટીએનએસમાં દાખલ થઈ રહી છે. અમિત શાહે કહ્યું કે, સાયબર ગુનાને અટકાવવા પોલીસ અને વડીલોને તાલીમ આપવાના પ્રયાસ થઈ રહ્યા છે.

    સાયબર ગુના રોકવા રાષ્ટ્રીય સાયબર ગુના રીપોર્ટિંગ પોર્ટલ-એનસીઆરપી જેવી ગૃહમંત્રાલયની ઇ શરૂઆત ફરિયાદીઓને સાયબર ગુના માટે ઓનલાઈન રિપોર્ટ કરવાની સુવિધા આપે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply