નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે આજે બીજી વખત પદભાર સંભાળશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં શામેલ થવા માટે વિદેશી મહેમાનો દિલ્હીના રાષ્ટ્રપતિભવન આવી પહોંચ્યા છે. જેમાં બિમસ્ટેક દેશોના નેતાઓમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના, મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ વિન મિંટ, થાઈલેન્ડના વિશેષ દૂત ગ્રિસરા બૂનરાચ, ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ, મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગન્નાથ અને બાંગલાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હામીદ સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. આ તમામ વિદેશી નેતાઓનું દિલ્હી એરપોર્ટ ઉપર ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
