નવા કૃષિ કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક
Live TV
-
નવા કૃષિ કાયદાઓને પડકાર આપતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટે હાલ નવા કૃષિ કાયદાના અમલ પર અસ્થાયી રોક લગાવી દીધી છે. આ મુદ્દાના નિરાકરણ માટે ખેડૂતો સાથે વાતચીત માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં અનિલ ઘનવટ, અશોક ગુલાટી, બી.એસ. માન અને ડૉ. પ્રમોદ જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર અને ખેડુતો વચ્ચે લાંબા સમયથી ચાલતી વાટાઘાટોનું સમાધાન ન થતાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આગળના આદેશ સુધી નવા કૃષિ કાયદાના અમલ પર અસ્થાયી રોક લગાવી દીધી છે. મહત્વનું છે કે, આ અગાઉની ચર્ચા દરમિયાન પિટિશનર એમ.એલ.શર્માએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ તરફથી બનાવવામાં આવતી કમિટી સામે હાજર થવાનો ખેડૂતોએ ઈનકાર કરી દીધો હતો.
