દેશ સ્વતંત્ર બન્યો, પરંતુ આજે પણ સ્વામીજી આપણને પ્રેરણા આપે છે: PM મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્રીતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં સંબોધન કર્યુ. કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ યુવાઓને સંબોધિત કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્રીતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં સંબોધન કર્યુ. કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ યુવાઓને સંબોધિત કર્યા હતા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા દિનની શુભકામના પાઠવતા કહ્યું કે, સ્વામી વિવેકાનંદની જન્મજયંતિનો આ દિવસ આપણા બધાને પ્રેરણા આપે છે. સ્વામીજીએ ભારતને તેની શક્તિ, તેમજ જાગૃત રાષ્ટ્રીય ચેતનાની યાદ અપાવી. દેશ સ્વતંત્ર બન્યો, પરંતુ આજે પણ સ્વામીજી અમને પ્રેરણા આપે છે, તેમના વિચારો હજી પણ આપણને એટલા પ્રભાવિત કરે છે. વ્યક્તિત્વ વિકાસ અંગેનો તેમનો મંત્ર પોતા પર વિશ્વાસ રાખવાનો હતો. નેતૃત્વને લગતું તેમનો મંત્ર હતો. સ્વામીજી શારીરિક અને માનસિક શક્તિ પર પણ ભાર મૂકતા હતા, જેને આપણે ભૂલવું ન જોઈએ..
