નવી દિલ્લી રેલવે સ્ટેશન ખાતે કુંભના યાત્રાળુઓમાં નાસભાગ થતા 15 લોકોના મૃત્યુ, 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Live TV
-
નવી દિલ્લી રેલવે સ્ટેશન ખાતે કુંભના યાત્રાળુઓમાં નાસભાગ થતા 15 લોકોના મૃત્યુ થયા છે તેમજ 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, આ ઘટનામાં જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે, મારી સંવેદના તેમની સાથે છે. સાથે જ તેમણે ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટેની પ્રાર્થના પણ કરી છે. તો દિલ્લીના રાજયપાલ વી.કે. સકસેનાએ LNJP હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. રેલવે તંત્ર દ્વારા લોકોને શાંત રહેવા તેમજ અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ રેલવે મંત્રી તેમજ તંત્ર સાથે વાતચીત કરી છે. આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને 10 લાખની સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.