પ્રધાનમંત્રી ભારત મંડપમમાં ભારત ટેક્સ 2025માં થશે સામેલ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમમાં ભારત ટેક્સ 2025માં સામેલ થઇ સંબોધન કરશે. ભારત ટેક્સ પ્લેટફોર્મ વસ્ત્ર ઉદ્યોગ દ્વારા આ સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 120થી વધુ દેશોના નીતિ નિર્માતા અને વૈશ્વિક સીઇઓ તથા પ્રદર્શકો પણ ભાગ લેશે. આ મેગા એક્સ્પો છે અને સમગ્ર કાપડ ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરે છે. તેમાં 70થી વધુ કોન્ફરન્સ સત્રો, રાઉન્ડ ટેબલ, પેનલ ચર્ચાઓ અને માસ્ટર ક્લાસ સહિત વૈશ્વિકસ્તરે એક પરિષદ પણ યોજાશે.