નવી દિલ્હીઃ આજે ચાર દિવસ પછી ફરી સંસદની કાર્યવાહી શરૂ થશે, બે વિધેયક થશે રજૂ
Live TV
-
સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની કાર્યવાહી વિક્ષેપના કારણે સ્થગિત થતી રહી છે. ત્યારે આજે ચાર દિવસ પછી ફરી સંસદની કાર્યવાહી શરૂ થશે.
સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની કાર્યવાહી વિક્ષેપના કારણે સ્થગિત થતી રહી છે. ત્યારે આજે ચાર દિવસ પછી ફરી સંસદની કાર્યવાહી શરૂ થશે. જોકે, આજે કાર્યવાહી ચાલશે કે નહીં તે એક પ્રશ્ન છે. કારણ કે, ગૃહની ચાલુ બજેટ સત્રના બીજા તબક્કામાં દરરોજ હોબાળો જ થઈ રહ્યો છે.
એક તરફ વિપક્ષ અદાણી ગૃપ મામલે જેપીસીની તપાસની માંગણી કરી રહ્યો છે. તો બીજી તરફ સત્તાપક્ષના નેતાઓ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિદેશમાં કરેલા નિવેદનના કારણે રોષે ભરાયા છે.તો આજે કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવ લોકસભામાં જૈવિક વિવિધતા સંશોધન વિધેયક 2022 રજૂ કરશે. આ વિધેયક સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્યસભામાં કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણ પ્રતિસ્પર્ધા સંશોધન વિધેયક 2023 રજૂ કરશે. આ વિધેયક લોકસભામાં પાસ થઈ ગયું છે.
