બિહાર અને પશ્ચિમ બંગાળમાં હિંસા બાદ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી
Live TV
-
બિહારમાં રામનવમી પર્વના દિવસે હિંસા થઈ હતી. તેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે.
બિહારમાં રામનવમી પર્વના દિવસે હિંસા થઈ હતી. તેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે બિહારના રાજ્યપાલ સાથે વાતચીત કરી હતી. સાથે જ બિહારના કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અહીં કેન્દ્રિય ગૃહમંત્રીએ રેલી યોજી નીતિશ સરકાર પર પ્રહાર કર્યા હતા. સાથે જ તેમણે તેજસ્વી યાદવ અને લાલુપ્રસાદ યાદવને પણ આડેહાથ લીધા હતા.
આ તરફ પશ્ચિમ બંગાળમાં આજે પણ સ્થિતિ તણાવપૂર્ણ જોવા મળી રહી છે. ગઈકાલે સાંજે હુબલીમાં ભાજપની શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં હોબાળો અને પથ્થરમારો થયો હતો. વિસ્તારમાં કલમ 144 લગાવવામાં આવી છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી. વી. આનંદ બોઝે પોલીસને નીડર અને નિષ્પક્ષ તપાસનું આહ્વાન કર્યું હતું. જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજૂમદારે પીડિતો સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેમણે અમિત શાહને સહાય કરવા માટે પણ અનુરોધ કર્યો હતો.
