ભૂતાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક આજથી ત્રણ દિવસીય ભારત પ્રવાસે
Live TV
-
ભૂતાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક આજથી ત્રણ દિવસીય ભારત પ્રવાસે છે.
ભૂતાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક આજથી ત્રણ દિવસીય ભારત પ્રવાસે છે. ભૂતાનના વિદેશ મામલાના મંત્રી તાંડી દોરજી પણ તેમની સાથે ભારત આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન ભૂતાન નરેશ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. તેમના આ પ્રવાસથી બંને દેશના આર્થિક અને વિકાસના સહયોગને મજબૂતી મળશે.
