નવી દિલ્હીના બરાર સ્ક્વાયર સ્મશાન ઘાટ ખાતે બ્રિગેડિયર એલ.એસ.લિદ્દરના અંતિમ સંસ્કાર કરાયા
Live TV
-
બુધવારે ઘટેલી હેલીકોપ્ટર દુધર્ટનામાં દેશના પ્રથમ CDS બિપિન રાવત, તેમના પત્નિ મધુલિકા રાવત તેમજ બ્રિગેડિયર એલ.એસ લીદ્દર સહિત 11 જવાનોના દુઃખદ નિધન થયા હતા. ત્યારે બ્રિગેડિયર એલ.એસ લીદ્દરના આજે સવારે નવી દિલ્હીના બરાર સ્કવાયર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બરાર સ્કવાયર પર પહોંચીને બ્રિગેડિયર એલ.એસ લીદ્દરને શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત તેમની સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ શ્રધ્ધાંજલિ આપી હતી. અંતિમ સંસ્કાર વિધિમાં બ્રિગેડિયરનાં પરિવારજનો સહિત સેનાનાં જવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
