નવી દિલ્હીમાં ભારતીય સૈન્ય કમાન્ડરની 4 દિવસીય પરિષદ શરૂ થઇ
Live TV
-
ભારતીય સૈન્ય કમાન્ડરની 4 દિવસીય પરિષદ ગઇકાલથી નવી દિલ્હીમાં શરૂ થઇ છે. સૈન્ય વડા જનરલ એમ.એમ નરવણેના અધ્યક્ષપદે યોજાયેલી આ પરિષદમાં તમામ સૈન્ય કમાન્ડરો, પ્રિન્સપલ સ્ટાફ, અધિકારીઓ અને સૈન્યના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યાં છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, નેવીના એડમિરલ કરમવીર સિંહ અને વાયુ સેનાના વડા આર.કે.એસ ભદૌરિયા આ પરિષદમાં ભાગ લઈ રહ્યાં છે. પહેલી વખત અંદામાન-નિકોબાર કમાનના પ્રમુખ પણ આ પરિષદમાં ભાગ લઈ રહ્યાં છે. 28 ઓક્ટોબરે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આ પરિષદમાં સંબોધન કરશે. કમાન્ડરોની આ પરિષદમાં પૂર્વ લદ્દાખ સહિત અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સલામતી ક્ષેત્રના પડકારની સર્વગ્રાહી સમીક્ષા કરાશે. આ ઉપરાંત ત્રણેય સેના પાંખની એકીકરણ.,સંયુક્ત ઓપરેશન અને ભવિષ્યમાં બનનારી થિયેટર કમાન્ડસ પર પણ ચર્ચા કરાશે.
