ભારત અને અમેરિકા વચ્ચે 2+2 મંત્રણાનો આજથી પ્રારંભ
Live TV
-
ભારત અને અમેરિકા વચ્ચે 2+2 મંત્રણાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે આ બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયો અને સંરક્ષણમંત્રી માર્ક એસ્પર ભારત આવી પહોંચ્યાં હતા. બંને નેતાઓને દિલ્હી સ્થિત સી બ્લોક ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકર સાથે મુલાકાત
ત્યારબાદ અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. મહત્વપૂર્ણ છે કે અમેરિકાના આ બંને અગ્રણી નેતાઓ ભારતમાં 2+2 બેઠકની ત્રીજી શ્રેણી માટે ભારત આવ્યાં છે. આ ઉચ્ચસ્તરીય વાતચીતમાં ભારતીય પક્ષનું નેતૃત્વ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે. બેઠકમાં દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ત્રાસવાદને નાથવા સહિતના સંવેદનશીલ મુદ્દે પણ ચર્ચા થશે.
