Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'સ્વનિધી યોજના'ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી સ્વનિધી યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશના લાભાર્થી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે. એમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે. 

    1 જૂન 2020ના રોજ કરવામાં આવી હતી યોજનાની શરૂઆત

    પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત રસ્તા પર ચીજવસ્તુઓ વેચતા ફેરીયાઓ માટે 1 જૂન 2020ના રોજ કરવામાં આવી હતી. કોવિડ-19ના કારણે જેઓ પ્રભાવીત થયા હતા, તેમની આજીવિકા ફરી શરૂ થઇ છે. આ યોજના અંતર્ગત 24 લાખથી વધારે અરજી પ્રાપ્ત થઇ હતી. એમાંથી 12 લાખ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. 

    આ મુદ્દાઓ પર પીએમ મોદી ચર્ચા કરશે 

    દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સતર્ક ભારત, સમૃદ્ધ ભારતના મુદ્દા પર વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ધાટન પણ કરશે. કેન્દ્રિય તપાસ બ્યુરો દર વર્ષે આ રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરે છે. આ ત્રણ દિવસના આ સંમેલનમાં વિદેશોમાં વિધી શાસ્ત્ર સંબંધીત પડકારો, ભષ્ટ્રાચાર વિરુદ્ધ સતર્કતા, બેંકોમાં થતી છેતરપિંડીને રોકવી, આર્થિક ગુના તથા વધી રહેલા સાઇબર ગુનાને અટકાવવા સહિત વિવિધ મુદ્દા પર ચર્ચા થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply