'સ્વનિધી યોજના'ના લાભાર્થીઓ સાથે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી સ્વનિધી યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશના લાભાર્થી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યકર્મની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબોધન કર્યુ હતું. ત્યાર બાદ પીએમ મોદીએ સ્વનિધી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વારણાસી, આગ્રા અને લખનૈઉના લાભાર્થીઓ સાથે પીએમ મોદીએ સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ પોતાના સંવાદમાં જણાવ્યું હતું કે, ગરીબોનો વિકાસ જ આજે દેશનો સંકલ્પ છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના સંકટમાં ગરીબોને જન-ધન ખાતા ખૂબ કામ આવ્યા છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે હાલનો સમય આત્મનિર્ભર ભારત માટે ખૂબ જરૂરી છે.
આ મુદ્દાઓ પર પીએમ મોદીએ ચર્ચા કરી
દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સતર્ક ભારત, સમૃદ્ધ ભારતના મુદ્દા પર વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ધાટન પણ કર્યુ હતું. કેન્દ્રિય તપાસ બ્યુરો દર વર્ષે આ રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરે છે. આ ત્રણ દિવસના આ સંમેલનમાં વિદેશોમાં વિધી શાસ્ત્ર સંબંધીત પડકારો, ભષ્ટ્રાચાર વિરુદ્ધ સતર્કતા, બેંકોમાં થતી છેતરપિંડીને રોકવી, આર્થિક ગુના તથા વધી રહેલા સાઇબર ગુનાને અટકાવવા સહિત વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે.
1 જૂન 2020ના રોજ કરવામાં આવી હતી યોજનાની શરૂઆત
પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત રસ્તા પર ચીજવસ્તુઓ વેચતા ફેરીયાઓ માટે 1 જૂન 2020ના રોજ કરવામાં આવી હતી. કોવિડ-19ના કારણે જેઓ પ્રભાવીત થયા હતા તેમની આજીવિકા ફરી શરૂ થઇ છે. આ યોજના અંતર્ગત 24 લાખથી વધારે અરજી પ્રાપ્ત થઇ હતી. એમાંથી 12 લાખ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.
