પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચમી ઈન્ડિયા એનર્જી ફોરમનું ઉદ્ધાટન કર્યુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગ અને પેટ્રોલીયમ મંત્રાલય દ્વારા આયોજીત પાંચમી ઈન્ડિયા એનર્જી ફોરમનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ધાટન કર્યુ હતું. ત્યાર બાદ પ્રધાનમંત્રીએ અગ્રણી તેલ અને ગેસ કંપનીઓના સીઇઓ સાથે વાતચીત પણ કરી હતી.
જેમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતનું માનવું છે કે, ઉર્જાનું વિતરણ ,સરળ અને સસ્તું હોવું જોઈએ. ત્યારે જ સામાન્ય અને આર્થિક પરિવર્તન થઈ શકે છે. ઉર્જા ક્ષેત્ર લોકોને સશક્ત બનાવે છે અને જીવન જીવવામાં સરળતા રહે છે. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતે 100 ટકા વિદ્યુતિકરણ પ્રાપ્ત કર્યું છે અને એલપીજી ક્ષેત્રમાં પણ પ્રગતિ કરી છે. આ પરિવર્તનના કારણે ભારતના ગ્રામીણ વિસ્તારોની મધ્યમ વર્ગીય મહિલાઓને મદદ મળી છે.
