નવી પિલ્લેને 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર
Live TV
-
દક્ષિણ આફ્રિકાનાં ન્યાયશાસ્ત્રી નવનેથેમ ‘નવી’ પિલ્લેને 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય કાયદાને મજબૂત બનાવવા તેમજ યુદ્ધ અપરાધો, માનવતા વિરુદ્ધના અપરાધો અને નરસંહારના દોષિતોને જવાબદાર ઠેરવવાના પ્રયાસો બદલ તેમને આ સન્માન મળ્યું છે. ભારતીય તમિલ મૂળનાં નવી પિલ્લેએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે કાનૂની લડત આપી હતી. તેમણે રવાન્ડા માટેના આંતરરાષ્ટ્રીય ફોજદારી ટ્રિબ્યુનલમાં ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી અને સંયુક્ત રાષ્ટ્રનાં માનવ અધિકાર માટેનાં ઉચ્ચ કમિશનર તરીકે પણ કામગીરી કરી હતી. તેમનું કાર્ય આંતરરાષ્ટ્રીય ન્યાય, માનવ અધિકાર અને કાયદાના શાસનને મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ રહ્યું છે.
