નવેમ્બરથી અમદાવાદ-મુંબઈ વચ્ચે અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે
Live TV
-
રેલમંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી આપી જાણકારી, બુલેટ ટ્રેન પહેલાં ગુજરાતને મળી ખાસ તેજસ ટ્રેનની ભેટ
સુપરફાસ્ટ તેજસ ટ્રેન નવેમ્બર માસથી દોડશે. ભારતીય રેલવેના 166 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ખાનગી ટ્રેન દોડશે. માત્ર 6થી 7 કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચાડી દેશે.ભારતમાં પીપીપી ધોરણે બે ટ્રેન દોડશે. જેમાં એક અમદાવાદથી મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન દોડશે. 200ની સ્પીડે ટ્રેન દોડશે. જેમાં વડોદરા અને સુરત બે જ સ્ટોપેજ આવશે. તેજસ ટ્રેનનું સંચાલન IRCTC કરશે. ટિકિટથી લઈ તમામ સુવિધા IRCTC આપશે. તેજસ ટ્રેન એક સપ્તાહમાં 5 દિવસ દોડશે. 6.30 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જવાશે.
તેજસ ટ્રેનમાં મળશે અત્યાધુનિક સુવિધાઓ
તેજસ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, સીટ પર એલસીડી સ્ક્રીન, સીસીટીવી, દરેક કોચમાં ચા-ફોફી માટે વેંડિંગ મશીન અને મનપસંદ ભોજન પણ મળશે. આ ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે આઈઆરસીટીસી સ્ટાફ રહેશે. આ ટ્રેનમાં શરૂઆતમાં 12 કોચ હશે. આઈઆરસીટીસી ટ્રેનમાં પાર્સલ-સામાનની બુકિંગમાં પણ જાહેરાતો મૂકી શકશે..
