Skip to main content
Settings Settings for Dark

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ દરમિયાન થયેલ હિંસાની સેના પ્રમુખે કરી ટીકા

Live TV

X
  • સેના પ્રમુખે કહ્યું, લીડર એ નથી જે હિંસા માટે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે

    નાગરિકતા સંશોધન એક્ટ (સીએએ) વિરુદ્ધ પ્રદર્શનમાં હિંસા વિશે સેના પ્રમુખ બિપિન રાવતે ગુરુવારે તેમનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે વિરોધ-પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના સામેલ થવા વિશે કહ્યું કે, યુનિવર્સિટી અને કોલેજોમાં આગચંપી કરનાર લોકો લીડર ન હોઈ શકે. હકીકતમાં લીડરશીપ એ છે જે તમને સાચી દિશા બતાવવાનું કામ કરે છે. નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) ને લઇને કરવામાં આવેલા વિરોધ દરમ્યાન થયેલ હિંસાની સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે આજે  ટીકા કરી હતી. સંસદ દ્વારા સીએએ પસાર થયા બાદ હિંસા અંગેના પ્રશ્નના જવાબમાં જનરલ રાવતે કહ્યું કે, નેતાઓએ લોકોને સાચો રસ્તો બતાવવો જોઈએ. નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા, તેમણે કહ્યું કે, આપણે દિલ્હીમાં આપણી જાતને ઠંડીથી બચાવી રહ્યા છીએ. જ્યારે સિયાચીનના સાલ્તોરો રિજ અને અન્ય હિમાલયના વિસ્તારોમાં આપણાં સેના દેશની સુરક્ષા માટે ખડેપગે ઉભા છે. ત્યાનું તાપમાન માઈનસ 10થી 45 ડિગ્રીની વચ્ચે હોય છે. હું તે સૈનિકોની સલામતી માટે પ્રાર્થના કરુ છું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply