Skip to main content
Settings Settings for Dark

સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરની અસર 

Live TV

X
  • શ્રીનગરમાં તાપમાન માઇનસ 4.5 ડિગ્રી સેલ્સિયસ સાથે સિઝનની સૌથી ઠંડી રાતનો રેકોર્ડ

    સમગ્ર ઉત્તર ભારતમાં સખત ઠંડી પડી રહી છે. કાશ્મીરમાં તાપમાન માઇનસમાં પહોંચી જતા ઘણા સ્થળોએ પાણીની પાઇપલાઇન જામી ગઈ છે. શ્રીનગરમાં તાપમાન માઇનસ 4.5 ડિગ્રી સેલ્સિયસ સાથે સિઝનની સૌથી ઠંડી રાત રેકોર્ડ થઈ હતી. લદ્દાખ પ્રદેશ પણ ભીષણ ઠંડીની ઝપેટમાં છે. અહીં મહત્તમ તાપમાન સતત શૂન્યની આસપાસ છે અને ન્યૂનતમ તાપમાન શૂન્યથી માઇનસ 29 ડિગ્રી સુધી છે. વિશ્વના બીજા સૌથી ઠંડા ક્ષેત્ર દ્રાસમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી માઇનસ 29 ડિગ્રી નોંધાયું છે. મોસમ વિભાગે જણાવ્યું છે કે આ ક્ષેત્રમાં આગામી સપ્તાહ સુધી આવી જ સ્થિતિ બની રહેશે. દિલ્હી-એનસીઆરમાં પણ સખત ઠંડીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. અધિકતમ તાપમાન 12.7 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્યથી નવ ડિગ્રી ઓછું છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે હરિયાણામાં સ્કૂલો બંધ રહી હતી. આગામી ચાર દિવસ હજુ ઠંડી વધવાની શક્યતા છે. 31 ડિસેમ્બરે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply