J&K : ડીજીપીએ આતંકવાદીઓના સફાયા માટે સઘન સર્ચ અને કોર્ડન ઓપરેશનની કરી હાકલ
Live TV
-
જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે જણાવ્યુ કે કાશ્મીરમાં આતંકવાદીઓના નિકાલ માટે સજ્જડ શોધ અને કોર્ડન ઓપરેશનની શરૂઆત કરવામાં આવશે
જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે જણાવ્યુ કે કાશ્મીરમાં આતંકવાદીઓના નિકાલ માટે સજ્જડ શોધ અને કોર્ડન ઓપરેશનની શરૂઆત કરવામાં આવશે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સામુહિક પ્રયાસો કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહ મંત્રાલય અને જમ્મુ-કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓ સાથે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની ઉચ્ચ-સ્તરની સમીક્ષા કર્યા પછી તેમનું નિવેદન આ આવ્યું છે.
ગઈકાલે શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા ડીજીપીએ અધિકારીઓને સૂચના આપી હતી કે કાયદા પાલન કરનારા લોકોને દિન-પ્રતિદિનની પ્રવૃત્તિઓમાં અગવડતા ન આવે તે માટે પગલાં લેવામાં આવશે. વધુમાં તેમણે જણાવતા કર્યું આ માટે લોકોનો ટેકો જરૂરી છે અને સમુદાય આધારિત કાર્યક્રમોને પ્રાધાન્ય આપીને વધુને વધુ લોકોનો સહયોગ સુનિશ્ચિત કરવો ખૂબ જ જરૂરી છે. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે લોકોની અને શક્ય હોય તેટલી બધી મદદ કરવામાં આવે. બેઠકમાં આંતરિક સુરક્ષાને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
