નાગરિકતા સંશોધન બિલને કેબિનેટની મંજૂરી, હવે લોકસભામાં થશે પસાર
Live TV
-
કેન્દ્રીય મંત્રીમંડળમાંથી મંજૂર થયેલ નાગરિકતા સંશોધન વિધેયક, સંસ્કૃત યુનિવર્સિટી અને પર્સનલ ડેટા પ્રોટેક્શન સહિત ઘણા મહત્વના વિધેયકોને અપાઈ મંજૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક થઈ હતી. બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. હવે આ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવશે.
બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા અપ્રવાસી લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે, પણ શરત એ છે કે તેઓ તે દેશોના બહુમતી ધરાવતા મુસ્લિમ સમાજમાંથી ન હોય.
આ દેશોમાંથી ભારત આવેલા હિંદુ, શિખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી સમુદાયના લોકોને આ બિલનો લાભ મળશે. તેની પહેલા નાગરિકતા સંશોધન બિલ 19 જુલાઈ 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જો કે આ બિલ રાજ્યસભામાં પસાર થઈ શક્યું ન હતું અને લોકસભાનો કાર્યકાળ પૂરો થતાં બિલ પણ પૂરું થઈ ગયું હતું.
કેબિનેટે સંસદમાં એસસી-એસટી પ્રતિનિધિત્વને 10 વર્ષ વધારવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ મીટિંગમાં એસસી એસટી રિઝર્વેશનને 10 વર્ષ વધારતા 2030 સુધી કરવાની જાહેરાત કરી હતી.
