Skip to main content
Settings Settings for Dark

તમિલનાડુમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, આજે પણ વરસાદની આગાહી 

Live TV

X
  • તમિલનાડુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થતા નાગરિકો પરેશાન થઈ ગયા છે. ભારે વરસાદના પગલે પેરામબલૂર, રામનાથપુરમ, સિવાંગગઈ, પુદુકોટ્ટઈ, અરિયાલુર, તિરુવરુર અને તુતીકોરિન જિલ્લામાં મંગળવારે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. 

    વરસાદના પગલે 12 જગ્યાઓ પર ભૂસ્ખલન થતા નીલગિરી જિલ્લામાં કુન્નૂર મેટ્ટુપાલયમ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ હતી. ચૈન્નઈના હવામાન વિભાગે આજે પણ દક્ષિણ અને પશ્ચિમ તમિલનાડુમાં કેટલાક સ્થળો પર વરસાદ પડે તેવી શક્યતા દર્શાવી છે. 

    તમિલનાડુના શિવગંગાથી સતત વરસાદના કારણે ઘણા સ્થળો પર સામાન્ય જનજીવનને અસર થઈ હતી. સોમવારે કોઈમ્બતૂરમાં એક મકાન ધરાશાયી થતા 17 લોકોના મોત પણ થયા હતા. પોલીસે બેજવાબદારી બદલ તે મકાનના માલિકની ધરપકડ પણ કરી છે. 

    29 નવેમ્બર બાદથી તમિલનાડુમાં વરસાદને પગલે બનેલી વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધી લગભગ 27 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે બચાવકાર્ય પણ સફળતાપૂર્વક અને ઝડપથી કરવામાં આવી રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply