Skip to main content
Settings Settings for Dark

INX મીડીયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને જામીન

Live TV

X
  • INX મની લોન્ડ્રિંગ કેસમાં પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે બહુચર્ચિત આઇએનએક્સ મીડિયા મની લોન્ડ્રિંગ કેસમાં જામીન આપ્યા છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. ચિદમ્બરમને સીબીઆઇ સાથે જોડાયેલા કેસમાં અગાઉ જામીન મળી ચુકી છે. આઇએનએક્સ મીડિયા કેસમાં પી.ચિદમ્બરમને મની લોન્ડ્રિંગ કેસ મામલે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે.

    INX મની લોન્ડ્રિંગ કેસમાં પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે બહુચર્ચિત આઇએનએક્સ મીડિયા મની લોન્ડ્રિંગ કેસમાં જામીન આપ્યા છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. ચિદમ્બરમને સીબીઆઇ સાથે જોડાયેલા કેસમાં અગાઉ જામીન મળી ચુકી છે. આઇએનએક્સ મીડિયા કેસમાં પી.ચિદમ્બરમને મની લોન્ડ્રિંગ કેસ મામલે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. આ કેસમાં ચિદમ્બરમ પર સીબીઆઇ અને ઇડીએ અલગ અલગ બે ફરિયાદ નોંધી હતી. ચિદમ્બરમને 21 ઓગસ્ટે સીબીઆઇએ ધરપકડ કરી હતી. 22 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે સીબીઆઇના કેસમાં ચિદમ્બરમને જામીન આપ્યા હતા. પરંતુ એ પહેલા ઇડીએ 17 ઓક્ટોબરે પોતાના કેસમાં ચિદમ્બરમની ધરપકડ કરી હતી. આ પહેલા 28 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે ચિદમ્બરની જામીન અરજી પર પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન ઇડીએ પી ચિદમ્બરની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જોકે જામીન મળતા ચિદમ્બરમ હવે જેલમાંથી બહાર આવી શકશે. તેમજ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે દેશ ન છોડવા આદેશ કર્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply