નાગાલેન્ડના કિસામા ગામે ર૩મા હોર્નબીલ મહોત્સવનો આજથી આરંભ થશે
Live TV
-
નાગાલેન્ડના કિસામા ગામે ર૩મા હોર્નબીલ મહોત્સવનો આજથી આરંભ થશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી દસમી ડિસેમ્બર સુધી ચાલનાર આ મહોત્સવના ઉદઘાટન સમારંભમાં હાજરી આપશે. અમારા સંવાદદાતા જણાવે છે કે, આ ઉત્સવમાં નાગાલેન્ડનાં આદિવાસી સમુદાયની સંસ્કૃતિનો પરિચય મુલાકાતીઓને મળશે. આ પ્રસંગે વિવિધ વસ્તુઓનાં 132 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે આગામી દસ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો, તસ્વીરોનું પ્રદર્શન, ફેશન શો, સાહસ રમતો, જેવી પ્રવૃતિઓ યોજાશે.