ભારતીય રિઝર્વ બેંકે રિટેલ ડિજિટલ રૂપિયા માટે પાયલોટ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કાનો આજથી આરંભ કરાવ્યો
Live TV
-
ભારતીય રિઝર્વ બેંક રિટેલ ડિજિટલ રૂપિયા માટે પાયલોટ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કાનો આજથી આરંભ કરશે. આરબીઆઈની યાદી અનુસાર, તેમાં તબક્કાવાર ભાગીદારી માટે આઠ બેંકોને સાંકળી છે. ડિજિટલ રૂપિયો ડિજિટલ ટોકનના સ્વરૂપમાં હશે જે કાનૂની ચલણ તરીકે રહેશે. પાયલટ પ્રોજેક્ટમાં વપરાશકર્તા જૂથમાં પસંદગીના સ્થાનોને આવરી લેશે જેમાં સહભાગી ગ્રાહકો અને વેપારીઓનો સમાવેશ થાય છે. વપરાશકર્તાઓ મોબાઈલ ફોનમાં ડિજિટલ વોલેટ દ્વારા ડિજિટલ રૂપિયામાં નાણા વ્યવહાર કરી શકશે. વેપારી સ્થાનો પર QR કોડનો ઉપયોગ કરીને વેપારીઓને ચૂકવણી કરી શકાય છે.
પાયલોટ પ્રોજેક્ટ શરૂઆતમાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વર સહિત ચાર શહેરોને આવરી લેશે અને બાદમાં અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોચી, લખનૌ, પટના અને સિમલામાં અમલી બનશે. પ્રથમ તબક્કામાં ચાર શહેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, યસ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંક કામ શરૂ કરશે.