નાગાલેન્ડમાં ચૂંટણી નિયત સમયે યોજાશે : કિરણ રિજિજુ
Live TV
-
યોગ્ય સમયે ચૂંટણી કરાવવી તે બંધારણીય પ્રક્રિયા છે અને બંધારણનું પાલન કરવું તે સરકારનું દાયિત્વ
કેન્દ્ર સરકારે આશા વ્યક્ત કરી છે કે, નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી નિયત કાર્યક્રમ પ્રમાણે જ થશે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, યોગ્ય સમયે ચૂંટણી કરાવવી તે બંધારણીય પ્રક્રિયા છે અને બંધારણનું પાલન કરવું તે સરકારનું દાયિત્વ છે. સરકાર ઘણા સમયથી નાગાલેન્ડના મુદ્દાને પ્રાથમિકતા આપી રહી છે. અમારો વિશ્વાસ છે કે, નાગાલેન્ડમાં શાંતિપૂર્ણ ચૂંટણી રાજ્યની શાંતિ પ્રક્રિયામાં મદદરૂપ થશે. અમે નાગાલેન્ડના સમૂહોની ભાવનાને સમજીએ છીએ પરંતુ ચૂંટણી બહિષ્કાર એ સમાધાન નથી. પ્રધાનમંત્રી મોદીની પ્રતિબદ્ધતામાં વિશ્વાસ રાખવા તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નાગાલેન્ડમાં ચૂંટણી જાહેર થઈ તે અગાઉ બધા રાજકીય પક્ષોએ જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણીમાં સામેલ નહીં થાય. રાજકીય પક્ષોએ જણાવ્યું હતું કે, પહેલા નગા મુદ્દાનો ઉકેલ લાવવામાં આવે.