નાણા મંત્રીએ રજૂ કર્યું 'ન્યૂ ઇન્ડિયા'નું બજેટ
Live TV
-
૨૦૨૨ સુધીમાં દરેકને પોતાનું ઘર મળી રહે તેવો સરકારનો પ્રયાસ.પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નવા ૫૧ લાખ ઘર બનાવવામાં આવશે
સર્વે જનઃ સુખિનઃ સન્તુ - સર્વે સન્તુ નિરામયાના મંત્રી સાથે નાણામંત્રી અરુણ જેટલીએ લોકસભામાં વર્ષ 2018-19નું દેશનું અંદાજપ્તર રજૂ કર્યું. ભારત એ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને ભારતીય અર્થવ્યવસ્થા હાલ 2.5 ટ્રિલિયન ડોલરની થઈ હોવાનું જણાવતાં નાણામંત્રીએ દેશનો વૃદ્ધિદર આગામી વર્ષે 7.2 ટકાથી 7.5 ટકા સુધીનો રહેશે તેમ જણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના આ ચોથા અંદાજપત્રની શરૂઆત કરતાં અરૂણ જેટલીએ પ્રધાનમંત્રીની જનસામાન્ય માટે ઇઝ ઓફ લીવીંગ, પારદર્શી વહીવટ સાથેની ન્યૂનતમ સરકાર અધિકતમ શાસનની વાતોને દોહરાવી હતી. ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાની નેમ સાથે તેમના પાકના ભાવ દોઢગણા વધારે આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા સાથે વિશ્વના સૌથી મોટા આરોગ્ય કાર્યક્રમની જાહેરાત કરતાં નાણામંત્રીએ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠલ 10 કરોડ પરિવારોને આવરી લેવાશે તેમ જણાવ્યું. પ્રતિવર્ષ એક પરિવારને પાંચ લાખ રૂપિયાની તબીબી સહાય આપવામાં આવશે. વડોદરામાં શરૂ થઈ રહેલી રેલવે યુનિવર્સિટીની વાત કરતાં શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા પર નાણામંત્રીએ ભાર મૂક્યો હતો. આયુષ્માન ભારત માટે 1200 કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે. 24 નવી તબીબી કોલેજો જિલ્લા સ્તરે બનાવવા ઉપરાંત અનેક કલ્યાણલક્ષી જાહેરાતો બજેટમાં કરાઈ છે.
શું છે બજેટમાં ખાસ
આયુષ્યમાન ભારત કાર્યક્રમ થકી ૨ નવા કાર્યક્રમની શરૂઆત કરાશે.રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંરક્ષણ યોજનાની કરવામાં આવશે શરૂઆત.
દેશવાસીઓને સારી મેડિકલ સારવાર મળી રહે તે માટે ૨૪ નવી ગવર્મેન્ટ મેડીકલ કોલેજ અને હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે.
દેશવાસીઓના આરોગ્યની સુખાકારી માટે એક પરિવારને વર્ષ દરમિયાન રૂપિયા ૫ લાખનો મેડિકલ ખર્ચ આપવામાં આવશે.૧૦ કરોડ પરિવારોને થશે ફાયદો.
ટીબીથી પીડાતા દર્દીઓને હવે પોષણક્ષમ આહાર માટે દર મહિને રૂપિયા ૫૦૦ની સહાય આપવામાં આવશે.આ યોજના માટે રૂપિયા ૬૦૦ કરોડની જોગવાઈ.
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યસ્થામાં સામિલ થયું છે.આપણે થોડાક જ સમયમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું.સરકારના પ્રયાસોને કારણે fdiમાં વધારો થયો.
અમારી સરકાર ગરીબો માટે કામ કરી રહી છે.ઉજવલ્લા યોજના થકી ૮ કરોડ ગેસ કનેક્શન ગરીબોને મફતમાં આપવામાં આવશે.તો સૌભાગ્ય યોજના થકી ૪ કરોડ પરિવારનો વિજળી કનેક્શન આપવામાં આવશે.
સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કટિબધ્ધ છે.ખેડૂતોએ ૨૦૧૬-૧૭ના વર્ષમાં લગભગ ૨૭૫ મિલિયન ટન ખાદ્યનું ઉત્પાદન કર્યું.૨૦૨૦ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો અમારો લક્ષ છે.
ખેડૂતોને પાકના ભાવમાં હવે દોઢ ગણો વધારો થાય તેવો સરકારનો પ્રયાસ.ખેડૂતોને mspનો પૂર્ણ લાભ આપવાનો પણ સરકારનો પ્રયાસ.૪૭૦ apmcને ઈ-નેમ નેટવર્કથી જોડવામાં આવ્યા.
વર્તમાનમાં ૨૨ હજાર ગ્રામિણ હાર્ટોને કૃષિ બજાર તરીકે વિકસીત કરવામાં આવશે.મોદી સરકારે આર્ગોનિક ખેતીને વધુ પ્રાધાન્ય આપ્યું.
માછલી પાલન અને પશુપાલન માટે ૨ નવા ફંડની જાહેરાત કરાઈ. મત્સ્ય અને પશુપાલન માટે રૂપિયા ૧૦ હજાર કરોડની જોગવાઈ.
૨૦૨૨ સુધીમાં દરેકને પોતાનું ઘર મળી રહે તેવો સરકારનો પ્રયાસ.પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નવા ૫૧ લાખ ઘર બનાવવામાં આવશે.
સ્વચ્છતા મિશન અંતગર્ત આગામી વર્ષમાં નવા ૨ કરોડ શૌચાલય બનાવવામાં આવશે.
૨૦૧૮-૧૯ માટે રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા માટે રૂપિયા ૫૭૫૦ કરોડનું પ્રાવધાન.
રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અંતર્ગત રૂપિયા ૯૯૭૫ કરોડનું પ્રાવધાન.
શિક્ષણના ક્ષેત્રમાં સુધારો કરવા શિક્ષકો માટે એકીકૃત બી-એડ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.
મધ્યમ, સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોના વિકાસ માટે ૩૭૯૪ કરોડની રૂપિયાની બજેટમાં કરાઈ જોગવાઈ.
યુવાનો માટે સ્ટાર્ટ અપ ઈન્ડિયા કાર્યક્રમની શરૂઆત. આ કાર્યક્રમ થકી આ વર્ષે ૭૦ લાખ નવી નોકરીઓ મળવાનું લક્ષ્ય.
રેલવેમાં નવી ૩૬૦૦ કિલોમીટર રેલવે લાઈન નાંખવાનો લક્ષ્ય.તો મુંબઈમાં ૯૦ કિલીમીટરના નવી લાઈન નાંખવામાં આવશે.દેશના ૬૦૦ પ્રમુખ રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પગારમાં વધારો કરવામાં આવ્યો.રાષ્ટ્રપતિને હવે મહિને રૂપિયા ૫ લાખ, ઉપરાષ્ટ્રપતિને ૪ લાખ અને રાજ્યપાલને રૂપિયા ૩.૫૦ લાખનો પગાર મળશે.
નોટબંધી પછી કરદાતાઓની સંખ્યામાં વધારો થયો.દેશમાં ૧૯.૨૫ લાખ નવા કરતાદાઓનો ઉમેરાયા.આવકવેરાના કલેક્શન રૂપિયા ૯૦ હજાર કરોડનો વધારો થયો.
રૂપિયા ૨૫૦ કરોડ સુધીનું ટર્નઓવર કરનારી કંપનીઓ માટે ૨૫ ટકા ટેક્ષની જોગવાઈ.
ઈન્કમ ટેક્ષના સ્લેબમમાં કોઈ બદલાવ કરવામાં ન આવ્યો.જોકે નોકરિયાતોને રૂપિયા ૧૨ હજાર સુધીની ટેક્સમાં રાહત.રૂપિયા ૪૦ હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવશે.