બજેટમાં ગામ, ગરીબ અને ખેડૂતના વિકાસ પર ભાર મુકાયો
Live TV
-
કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ રજૂ કરેલું બજેટ ખેડૂત અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી હોવાનું જણાવ્યું
વિકાસમાં વૃધ્ધિ સાથે ગરીબો માટે બજેટ મદદગાર સાબિત થવાનું કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે. ઓપન હાઉસમાં કોર્પોરેટ જગતને સંબોધતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી માત્ર વર્ષમાં ત્રીસ હજાર રૂપિયાનું વીમા કવચ મળતું હતું પરંતુ હવે, નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ હેઠળ 10 કરોડ પરિવારને સ્વાસ્થ્ય સુવિધા મળશે. નાણામંત્રીએ ગત 1 ફેબ્રુઆરીએ સરકારનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. જેમાં ગ્રામીણ નાગરિકો માટે બજેટમાં 14 લાખ કરોડ કરતાં વધુની ફાળવણી કરવામાં આવી છે. તેમજ ગામડામાં 2 કરોડ શૌચાલય બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. તો નાણામંત્રીએ વર્ષ 2022 સુધીમાં દરેક ગરીબને ઘર આપવાના લક્ષ્યાંકની પ્રતિબધ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું. વરિષ્ઠ નાગરિકોને રાહત આપતા નાણામંત્રીએ બેંક તથા પોસ્ટ ઓફિસમાં જમા રાશિ પર વ્યાજમાં છૂટની સીમા દસ હજારથી વધારીને પચાસ હજાર કરી છે. પ્રધાનમંત્રી મોદીની સરકારે જે નવા ભારતના નિર્માણની વાત કહી છે તે જોતા આ બજેટ તે દિશામાં મહત્વનું પગલું સાબિત થશે.