Skip to main content
Settings Settings for Dark

નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન

Live TV

X
  • સવારે સાત વાગ્યાથી નાગાલેન્ડ અને મેઘાલયમાં મતદારો મતદાન મથકે પહોંચ્યા, બન્ને રાજ્યોમાં મંગળવારે મતદાન થશે જ્યારે 3 માર્ચે મતગણતરી

    નાગાલેન્ડ અને મેઘાલયમાં તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી મતદારોને આકર્ષવાના પ્રયાસો કર્યા. આ વખતે બન્ને રાજ્યોમાં ચૂંટણી ખાસ છે, કારણ કે, આગામી વર્ષે એટલે કે, 2019માં લોકસભાની પણ ચૂંટણી યોજાવાની છે. 

    મેઘાલય

    મેઘાલયમાં 18.4 લાખ માતદાર છે, જે 370 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ચૂંટણી માટે 3083 મતદાન કેન્દ્ર ઉભા કરાયા છે. મેઘાલયમાં આ વર્ષે પ્રથમવાર 67 મહિલા અને 61 મૉડલ મતદાન કેન્દ્ર શરૂ કરાયા છે. મેઘાલયમાં મુખ્ય રાજકીય પક્ષ કૉંગ્રેસ, એનપીપી અને બીજેપી બચ્ચે ખરાખરીનો જંગ છે. કૉંગ્રેસે 59 જ્યારે ભાજપે 47 સીટ પર ઉમેદવારો મેદાને ઉતાર્યા છે.

    મેઘાલયમાં વિધાનસભાની કુલ 60 સીટ છે, જેમાં અનુસૂચિત જનજાતિ માટે 55 સીટ અનામત છે જ્યારે 5 સીટ સામાન્ય છે.

    ચૂંટણીના મુખ્ય મુદ્દા
    મેઘાલયમાં ચૂંટણીમાં આ વર્ષે બેરોજગારી અને વિકાસ સૌથી મોટો મુદ્દો રહ્યો છે. આ સાથે જ ડ્રગ્સ, ઘુસણખોરી, આરોગ્ય, અલગ ગારો રાજ્યની માંગ અને ગેરકાયદે કોલસાની ખાણની ચોરી પર પ્રતિબંધ જેવા મુદ્દાઓ મુખ્યત્વે છે. 

    નાગાલેન્ડ
     

    નાગાલેન્ડમાં કુલ 60 સીટ છે. જ્યાં કુલ 11.92 મતદારો 195 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ચૂંટણી માટે નાગાલેન્ડમાં 2156 મતદાન મથકો ઉભા કરાયા છે. અહીં એનડીપીપ 40, ભાજપ 20, સત્તાધારી એનપીએફ 60 જ્યારે કૉંગ્રેસ 18 સીટ પરથી ચૂંટણી લડે છે.

    નાગાલેન્ડમાં વિધાનસભાની કુલ સીટ 60 છે, જેમાં અનુસૂચિત જનજાતિ માટે 59 સીટ અનામત છે જ્યારે 1 સીટ સામાન્ય છે.

    ચૂંટણીના મુખ્ય મુદ્દા
    નાગાલેન્ડમાં પણ વિકાસ અને બેરોજગારી મહત્વપૂર્ણ મુદ્દો છે. આ સાથે જ ડ્રગ્સની સમસ્યા, ઘુસણખોરી, આરોગ્ય અને નગા સમસ્યાના સમાધાન જેવા મુદ્દાઓ ચૂંટણી પ્રચારમાં મુખ્યત્વે રહ્યા હતા.

    અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply