નીરવ મોદી મામલે ED 6 દેશોની લેશે મદદ
Live TV
-
મુંબઈની વિશેષ અદાલતે નીરવ મોદી અને મેહૂલ ચોકસીની સંપત્તિ અંગે જાણકારી મેળવવા માટે EDને આદેશ કરી દીધા છે. કોર્ટના આદેશ બાદ હવે પ્રવર્તન નિદેશાલય 6 દેશની મદદ લઇ તપાસ હાથ ધરશે.
પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે મુંબઈની એક વિશેષ અદાલતે સોમવારે પ્રવર્તન નિદેશાલયને લેટર્સ રોગેટરી આપવાનો આદેશ કરી દીધો છે, જેનાથી હવે ED 6 દેશને રોગેટરી મારફતે કૌભાંડ મામલે જાણકારી મેળવી શકશે. કોર્ટના આ આદેશ બાદ ઇડી નીરવ મોદીના વિદેશમાં ચાલતા વ્યાપાર અંગે સંપત્તિની મેળવવા કવાયત હાથ ધરી છે. આ 6 દેશમાં હૉંગકૉંગ, અમેરિકા, બ્રિટેન, યુએઇ, દક્ષિણ આફ્રિકા અને સિંગાપુરનો સમાવેશ થાય છે.