IAS અધિકારીઓનો દિલ્હી સરકાર સામે વિરોધ યથાવત્
Live TV
-
દિલ્હીના મુખ્ય સચિવ સાથે દુર્વ્યવહાર મામલે IAS અધિકારીઓનો વિરોધ, લેખિતમાં માફીની કરી માંગ
ભારતીય પ્રશાસનિક સેવાના સંયુક્ત ફોરમે દિલ્હીના મુખ્ય સચિવ સાથે કથિત દુર્વ્યવહાર મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે લેખિતમાં માફી માંગવાની માંગ કરી છે. દિલ્હી સરકારના કર્મચારિયોનું આપ સરકાર સામે વિરોધ પ્રદર્શન યથાવત્ છે.
આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની સરકાર વિરૂદ્ધ દિલ્હી ભાજપે સોમવારે રાજઘાટ પર એક પ્રાર્થનાનું આયોજન કર્યું હતું. દિલ્હી ભાજપના નેતાઓ દ્વારા કેજરીવાલ સરકારનો વિરોધ કર્યો હતો. મુખ્ય સચિવની ફરિયાદ આધારે વિભિન્ન મામલે FIR નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્ય પ્રકાશ જરવાલ અને અમાનતુલ્લા ખાંની ધરપકડ પણ કરવામાં આવી છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક