શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારત લાવવા દુબઇ પોલીસની મંજૂરી મળી
Live TV
-
શ્રીદેવીના મૃતદેહને ભારત લાવવા માટે દુબઇ પોલીસ તરફથી ક્લિયરન્સ સર્ટિફિકેટ મળી ગયું છે. હવે તેના મૃતદેહને ભારત લાવી શકાશે. આ પહેલા દુબઈ પોલિસે દિવંગત અભિનેત્રીના પતિ બોની કપૂરનું નિવેદન લીધું હતું. દુબઈ પ્રસાશનની કાયદાકીય પ્રક્રિયા બાદ શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લાવવાની મંજરી આપી દીધી છે. મોડી સાંજ સુધીમાં તેમના પાર્થિવ દેહને ભારત લવાય તેવી શક્યતાઓ છે.
અભિનેત્રી શ્રીદેવીના દુબઈમાં થયેલા દુઃખદ મોત અંગેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સોમવાર મોડી રાત્રે દુબઈ પોલીસે તેમના પતિ બોની કપૂરનું નિવેદન નોંધ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે, શ્રીદેવીનું મોત બેભાન અવસ્થામાં આકસ્મિકરૂપે બાથટબમાં ડૂબવાથી થયું હતું. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, આ મોતની પાછળ કોઈ ગુનાહીત ષડયંત્ર નહોતું. જોકે આ પૂર્વેનાં અહેવાલોમાં જણાવાયું હતું કે, શ્રીદેવીનું મોત કાર્ડિયાક અરેસ્ટને લીધે થયું હતું. દુબઈ પોલીસે આ કેસને દુબઈ પબ્લિક પ્રોસિક્યુડટરને સોંપ્યો છે, જે આવા મામલાઓમાં કાયદેસરની પ્રક્રિયા સંભાળે છે. બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ શ્રીદેવીનાં પાર્થિવ દેહને ,ભારત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. યુએઈમાં ભારતીય રાજદૂત નવદીપ સૂરીએ જણાવ્યું કે, દિવંગત અભિનેત્રીનાં પાર્થિવ દેહને ભારત લાવવા માટે ભારતીય દુતાવાસ યુએઈનાં, સ્થાનિક પ્રશાસન સાથે મળીને, પાર્થિવ દેહને ભારત લાવવા તજવીજ હાથ ધરી હતી.
શ્રીદેવીનો મૃતદેહ મોડી સાંજે ભારત આવી શકે છે, શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લાવવા પોલિસ ક્લિયરન્સ મળી ચૂક્યું છે.