જોર્ડનના રાજા અબ્દુલ્લા ત્રણ દિવસના ભારત પ્રવાસે
Live TV
-
પીએમ મોદીએ જોર્ડનના રાજા અબ્દુલ્લા બીન અલ હુસૈનના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા, તેમણે ટ્વીટ કરી જોર્ડનના રાજાની મુલાકાતનું સ્વાગત કર્યું હતું
મંગળવારે રાત્રે જોર્ડનના રાજા અબ્દુલ્લા બીન અલ-હુસૈન પોતાના બીજા પ્રવાસમાં ભારત આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ તેમને એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. રાજા અબ્દુલ્લાની ત્રણ દિવસના ભારત પ્રવાસે છે, તેઓ 1 માર્ચ સુધી ભારતમાં રહેશે. આ પ્રવાસ અંતર્ગત મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા વચ્ચે સંરક્ષણ, બિઝનેસ સંબંધિત ઘણા મહત્વના કરાર અને સંબંધો વધારવામાં આવશે. અબ્દુલ્લા 'ઇસ્લામિક હેરિટેજ'ના મુદ્દે, વિજ્ઞાન ભવનમાં પણ એક ભાષણ આપશે. ભારત અને જોર્ડન વચ્ચે 1950 ના દાયકાથી ગાઢ સંબંધો છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું, "દિલ્હી એરપોર્ટ પર જોર્ડનના રાજા અબ્દુલ્લા સ્વાગત કર્યું. છેલ્લી અમ્માંનની મુલાકાત પછી આજની મુલાકાત ખાસ હતી. તેમની મુલાકાત બે દેશો વચ્ચેના સંબંધો માટે એક નવું પરિમાણ આપશે. ગુરુવારે તેમની સાથે મળવા અંગે ખૂબ ઉત્સાહિત છું. "