અલવિદા 'ચાંદની', શ્રીદેવીના અંતિમ દર્શન ઉમટ્યું બોલિવુડ, આજે અંતિમ સંસ્કાર
Live TV
-
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આપણે તેવી વ્યક્તિને ગુમાવ્યા છે, જેમણે અનેક લોકોના જીવનમાં ખુશી લાવ્યા. તેમના અભિનય અને તેમની પ્રતિભા માટે તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું.. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન રટનાયકે પુરી બિચ પર રેત શિલ્પ તૈયાર કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે
શ્રીદેવીનો પાર્થિવ દેહ લોખંડવાલા સ્થિત ઘરે ગ્રીન એકર્સ પહોચી ગયો છે. આ દરમિયાન તેના ઘરે ફેન્સની ભારે ભીડ જોવા મળી હતી. શ્રીદેવીના પાર્થિવ દેહને કારણે એરપોર્ટથી લઇ શ્રીદેવીના ઘરે પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શ્રીદેવીના અંતિમ સંસ્કાર બુધવાર બપોરે 3:30 કલાકે કરવામાં આવશે. શ્રીદેવીના પાર્થિવ દેહને બુધવાર સવારે સેલિબ્રેશન ક્લબ લાવવામાં આવશે જ્યાં 9:30થી 12:30 વાગ્યા સુધી લોકો અંતિમ દર્શન કરશે. તે બાદ 3:30થી 5:30 વચ્ચે વિલે પાર્લેમાં પવન હંસ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સોમવાર મોડી રાત્રે દુબઈ પોલીસે તેમના પતિ બોની કપૂરનું નિવેદન નોંધ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે, શ્રીદેવીનું મોત બેભાન અવસ્થામાં આકસ્મિકરૂપે બાથટબમાં ડૂબવાથી થયું હતું.
બુધવાર બપોરે 3:30 કલાકે અંતિમ સંસ્કાર
- શ્રીદેવીના પરિવાર તરફથી મંગળવારે જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ- આ ભાવુક ક્ષણમાં પરિવારનો સાથ આપવા માટે મીડિયાનો આભાર. શ્રીદેવીના અંતિમ સંસ્કાર 3:30 કલાકે વિલે પાર્લેના સ્મશાન ઘાટમાં કરવામાં આવશે. બપોરે 2 કલાકે અંતિમ યાત્રા કાઢવામાં આવશે'
- આ પહેલા અંતિમ દર્શન માટે તેના પાર્થિવ શરીરને સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં સવારે 9:30 કલાકથી 12:30 કલાક સુધી રાખવામાં આવશે. સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ શ્રીદેવીના ઘરથી માત્ર 100 મીટરના અંતર પર છે.
શ્રીદેવીનો પાર્થિવ દેહ રાત્રે 9:30 વાગ્યે મુંબઇ પહોચ્યો
- શ્રીદેવીનો પાર્થીવ દેહ અનિલ અંબાણીના ચાર્ટડ પ્લેનમાં મંગળવાર રાત્રે 9:30 કલાકે દુબઇથી મુંબઇ એરપોર્ટ પહોચ્યો હતો. પ્લેનમાં બોની કપૂર, સંજય કપૂર અને અર્જુન કપૂર સહિત 11 લોકો હાજર હતા. મહત્વપૂર્ણ છે કે અર્જુન કપૂર મંગળવાર સવારે જ દુબઇ ગયો હતો.
- શ્રીદેવીના પાર્થિવ દેહને લેવા માટે એરપોર્ટ પર અનિલ કપૂર, સોનમ કપૂર, અનિલ અંબાણી, અમર સિંહ, મોહિત મારવાહ સહિતના સેલેબ્સ પહોચ્યા હતા.
- શ્રીદેવીનો પાર્થિવ દેહ આવતા મોટી સંખ્યામાં સેલિબ્રિટી પણ તેના ઘરે ભેગા થયા હતા અને સાંત્વના પાઠવતા નજરે પડ્યા હતા.શ્રીદેવીનો પાર્થિવ દેહ લોખંડવાલા સ્થિત ઘરે ગ્રીન એકર્સ પહોચી ગયો છે. આ દરમિયાન તેના ઘરે ફેન્સની ભારે ભીડ જોવા મળી હતી. શ્રીદેવીના પાર્થિવ દેહને કારણે એરપોર્ટથી લઇ શ્રીદેવીના ઘરે પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શ્રીદેવીના અંતિમ સંસ્કાર બુધવાર બપોરે 3:30 કલાકે કરવામાં આવશે. શ્રીદેવીના પાર્થિવ દેહને બુધવાર સવારે સેલિબ્રેશન ક્લબ લાવવામાં આવશે જ્યાં 9:30થી 12:30 વાગ્યા સુધી લોકો અંતિમ દર્શન કરશે. તે બાદ 3:30થી 5:30 વચ્ચે વિલે પાર્લેમાં પવન હંસ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.