સરકાર ખેડૂતાનું ભાગ્ય બદલવાની દિશામાં કામ કરી રહી છે : પીએમ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના દાવણગેરેમાં ખેડૂત રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ ખેડૂતોના હિતની વાત કરતા કહ્યું કે, ખેડૂતોના વિકાસ માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે.
પ્રધામંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે કર્ણાટકના દાવણગેરે પહોંચ્યા હતા. કર્ણાટક રાજ્યમાં ભજપના મુખ્યમંત્રી ઉમેદવાર બી.એસ.યેદુરપ્પાના 75માં જન્મદિવસ પ્રસંગે ખેડૂત રેલીને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કૉંગ્રેસ પાર્ટી રાજનીતિને બરબાદ કરવાનું કામ કર્યું છે.હવે કર્ણાટકમાંથી કૉંગ્રેસની વિદાયનો સમય આવી ગયો છે. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ કર્ણાટકની જનતાને મળી રહ્યો છે, જો કે રાજ્ય સરકાર તમામ યોજનાઓ જનતા સુધી પહોંચાડવામાં અડચણરૂપ બની રહી છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહએ કર્ણાટકમાં ચૂંટણી સભા યોજી સિદ્દારમૈયા સરકાર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, વિકાસ હોય કે કાયદો વ્યવસ્થા, સિદ્દરમૈયા સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ સાબિત થઇ છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક