Skip to main content
Settings Settings for Dark

નાણાકીય વર્ષ 2020-21 માટે વાર્ષિક રિટર્નનું સરળીકરણ કરવામાં આવ્યું

Live TV

X
  • તારીખ 28 મે ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં જીએસટી પરિષદની 43મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી અનુરાગ ઠાકુર ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં મંત્રીઓ તથા નાણાં મંત્રાલય અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યાં હતાં.

    નાણાકીય વર્ષ 2020-21 માટે વાર્ષિક રિટર્નનું સરળીકરણ કરવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે.

    1) નાણાકીય ધારા, 2021 મારફતે સીજીએસટી ધારાની કલમ 35 અને 44માં સુધારાને અધિસૂચિત કરવામાં આવશે. આ ફોર્મ GSTR-9Cમાં સમજૂતી કે સમાધાન માટેનું નિવેદન રજૂ કરવામાં નિયમોના પાલનને સરળ બનાવશે, કારણ કે કરદાતાઓ આ પ્રકારના નિવેદનને સ્વયં-પ્રમાણિત કરી શકશે, તેમને ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પ્રમાણિત કરવાની જરૂર નહીં રહે. આ ફેરફાર નાણાકીય વર્ષ 2020-21 માટે વાર્ષિક રિટર્ન માટે લાગુ થશે. 

    2) રૂ. 2 કરોડ સુધીનું કુલ વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2020-21 માટે ફોર્મ GSTR-9 / 9Aમાં વાર્ષિક રિટર્નનું ફાઇલિંગ વૈકલ્પિક રહેશે;

    3) રૂ. 5 કરોડથી વધારેનું કુલ વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ દ્વારા નાણાકીય વર્ષ 2020-21 માટે ફોર્મ GSTR-9Cમાં સમાધાન રિકન્સિલિએશન (સમાધાન/સમજૂતી)નું નિવેદન રજૂ કરવું પડશે. 

    4) સીજીએસટી ધારાની કલમ 50માં પશ્ચાતવર્તી સુધારાને વહેલામાં વહેલી તકે અધિસૂચિત કરવામાં આવશે, જે 01.07.2017થી લાગુ ગણાશે અને શુદ્ધ રોકડને આધારે વ્યાજની ચુકવણીની જોગવાઈ ધરાવે છે. 

    અન્ય પગલાં:

    1) જીએસટી પરિષદે કાયદાની ચોક્કસ જોગવાઈઓમાં સુધારાઓની ભલામણ કરી હતી, જેથી GSTR-1/3B રિટર્ન ફાઇલ કરવાની હાલની વ્યવસ્થાને જીએસટીમાં ડિફોલ્ટ રિટર્ન ફાઇલિંગ વ્યવસ્થા બનાવવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply