નાણામંત્રી નિર્મલા સીતારમણે PM કેર્સ ફંડનો વિરોધ કરવા બદલ કોંગ્રેસ પાર્ટી પર કર્યા પ્રહાર
Live TV
-
નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોઇ આધારપુરાવા વિના પીએમ કેર્સ ફંડનો વિરોધ કરવા બદલ કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા હતા. નાણામંત્રીએ કહ્યું કે પીએમ કેર્સ એક નોંધાયેલું ટ્રસ્ટ છે કે જેમાં પારદર્શકતા જળવાય તે મુદ્દે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ નોંધાયેલી એજન્સી નથી અને તેમાં પારદર્શકતાનો અભાવ છે. તે ઉપરાંત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષના ટ્રસ્ટીપદે કોંગ્રેસ અધ્યક્ષની ભૂતકાળમાં જે વરણી કરવામાં આવી હતી તે બદલ પણ કોંગ્રેસની ટીકા કરી હતી.
