Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રાજ્યસભામાં ખેડૂતો સાથે જોડાયેલા 2 મહત્વપૂર્ણ બિલ કર્યા રજૂ

Live TV

X
  • સંસદના ચોમાસુ સત્રના આજે સાતમા દિવસે ખેડૂતો સંબંધી ત્રણ મહત્વના વિધેયક સુચિબદ્ધ થયેલા છે. ખેડૂત સંબંધી આ ત્રણેય વિધેયક લોકસભામાં રજૂ થઇ ચુકેલા છે, અને ચર્ચાસહ પસાર કરાવવા રાજ્યસભા સમક્ષ રજૂ થશે.

    તેમાં કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય વિધેયક--2020, મુલ્ય આશ્વાસન અને કૃષિ સેવા વિધેયક-2020 અને જીવનઆવશ્યક સુધારા વિધેયક -2020નો સમાવેશ થાય છે. ત્રણેય વિધેયક ખેડૂતોને ખેત ઉપજ લેવા, તેના વિતરણ અને સંગ્રહ કરવાની સ્વતંત્રતા આપે છે. આ ઉપરાંત રાજ્યસભામાં ઇન્ડિયન ઇનસ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એમેન્ડમેન્ટ બીલ તેમ જ બેન્કિંગ રેગ્યુગેશન એમેન્ડમેન્ટ બીલ પણ સુચિબદ્ધ છે.

    આજે રાજ્યસભાની કામગીરીના આરંભે તાજેતરમાં ચૂંટાઇને રાજ્યસભામાં પહોંચેલા પુર્વ પ્રધાનમંત્રી એચ.ડી.દેવગૌડા શપથ ગ્રહણ કરશે. લોકસભામાં પણ આજે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન સુધારા બીલ 2020 રજૂ કરવા માટે સુચિબદ્ધ થયેલું છે. તે ઉપરાંત શનિવારે લોકસભાની સુચિમાં રહેલા અધુરા કાર્ય પણ સુચિબદ્ધ થયેલા છે. આ ઉપરાંત લોકસભામાં નિયમ 193 હેઠળ દેશમાં કોવિડ-19 મહામારીની સ્થિતી અંગે પણ ચર્ચા થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply