રીકવરી રેટના મોરચે ભારતે અમેરિકાને પણ પાછળ છોડ્યું
Live TV
-
સરકાર દ્વારા કોરોનાનો સામનો કરવા લેવામાં સઘન પગલા સચોટ વ્યૂહો અને ઝડપી ટેસ્ટિંગને કારણે ભારતે એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે.42 લાખથી વધુ રિકવરી સાથે ભારત વિશ્વમાં પ્રથમ નંબરે પહોંચી ગયું છે. રીકવરી રેટના મોરચે ભારતે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં ,અત્યાર સુધી 43 લાખ ,3 હજાર 43 દર્દી સારવાર બાદ સ્વસ્થ થઇ ચુક્યા છે. રિકવરી રેટ વધીને 79.68 ટકા થયો છે.મૃત્યુદર પણ 1.61 ટકાની સપાટીએ જળવાઇ રહ્યો છે. ભારતનો સમાવેશ વિશ્વમાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં થાય છે.
કોરોના સામેની લડાઇમાં ભારત દ્વારા થઇ રહેલા સઘન પ્રયાસો પ્રતિદિન નવા સોપાનો સર કરી રહ્યા છે. વીતેલા 24 કલાકમાં ભારતે વિક્રમજનક એવા 12 લાખથી વધુ કોરોના ટેસ્ટ કર્યા હતા. આઇસીએમઆર એ જણાવ્યા મુજબ દેશમાં અત્યારસુધીમાં કુલ છ કરોડ 36 લાખથી વધુ સેમ્પલ ટેસ્ટિંગ થઇ ચુક્યા છે.
કોરોના સામેની લડાઇમાં ભારત આગેકુચ કરી રહ્યું છે. ભારતીય ઓષધિ મહાનિદેશકે તાતા સીઆરઆઇ સીપીઆર દ્વારા વિકસાવવામાં આવેલા કોવિડ-19 ટેસ્ટ `ફેલુદા'ના વ્યવસાયિક લોન્ચિંગને મંજૂરી આપી દીધી છે. આ ટેસ્ટ પદ્ધતિ કોવિડ-19 મહામારી ફેલાવી રહેલા વાયરસની ઓળખ સરળતાથી કરી લે છે.
