Skip to main content
Settings Settings for Dark

નિર્ભયા કેસના આરોપીઓને ૧લી ફેબ્રુઆરીએ ફાંસી 

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે નિર્ભયા ગેંગરેપ કેસમાં એક દોષીની દયા અરજી નામંજૂર કરી હતી 

    નિર્ભયા સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં દિલ્હીની કોર્ટે આજે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે. જેમાં તમામ આરોપીઓને પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યે મૃત્યુદંડ આપવાનો નિર્ણય આપ્યો છે. તો આ અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુકેશસિંહની દયાની અરજીને ફગાવી દીધી હતી. ગૃહમંત્રાલયે આ અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલી હતી અને તેણે આ અરજી ફગાવવાની ભલામણ કરી હતી. ગુરૂવારે દિલ્હીના ઉપરાજયપાલે દોષિત મુકેશની દયા અરજી ફગાવી દેવા ગૃહમંત્રાલયને ભલામણ કરી હતી. ચાર આરોપીમાંથી એક આરોપી મુકેશસિંહે થોડા દિવસ પહેલા દયા અરજી દાખલ કરી હતી. મહત્વનું છે કે દિલ્હીની કોર્ટે આ ચારેય આરોપી મુકેશ સિંગ, વિનય શર્મા, અક્ષયકુમાર સિંગ અને પવન ગુપ્તાને એક ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનો અંતિમ નિર્ણય સંભળાવ્યો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply