Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રીઓનો એક સમૂહ આજે જમ્મુ કશ્મીરનો કરશે પ્રવાસ

Live TV

X
  • જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી પ્રથમ વખત કેન્દ્રીય સરકારે મોટી પહેલ કરી છે. કેન્દ્રના 36 મંત્રી આજથી જમ્મુ કશ્મીરના સંસદીય મતવિસ્તારોથી લઈને બ્લોક સ્તર સુધી પ્રવાસ કરશે. લોકોની સાથે વાતચીત કરીને સ્થિતિ વિશે જાણકારી મેળવશે અને કેન્દ્રની યોજનાઓથી થઈ રહેલા લાભ વિશે સ્થાનિકોને માહિતગાર કરશે

    જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી પ્રથમ વખત કેન્દ્રીય સરકારે મોટી પહેલ કરી છે. કેન્દ્રના 36 મંત્રી આજથી જમ્મુ કશ્મીરના સંસદીય મતવિસ્તારોથી લઈને બ્લોક સ્તર સુધી પ્રવાસ કરશે. લોકોની સાથે વાતચીત કરીને સ્થિતિ વિશે જાણકારી મેળવશે અને કેન્દ્રની યોજનાઓથી થઈ રહેલા લાભ વિશે સ્થાનિકોને માહિતગાર કરશે. આ પહેલ કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિકાસને ગતિ આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ આજે જમ્મુ પહોંચશે. 18થી 24 જાન્યુઆરી સુધી ચાલનારા મંત્રીઓના આ પ્રવાસમાં રાજ્યના લગભગ દરેક ભાગમાં મંત્રીઓ સ્થાનિકો સાથે સંવાદ સ્થાપિત કરશે અને કલમ 370 હટ્યા પછી સરકાર દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમોની જાણકારી આપશે. મંત્રી સ્મૃતિ ઈરાની 19 જાન્યુઆરીએ ગ્રામ્ય વિસ્તારોમાં જશે. આ જ દિવસે રેલવે મંત્રી પિયુષ ગોયેલ શ્રીનગરનો પ્રવાસ કરશે. આ બન્ને મંત્રીઓ સિવાય જનરલ વી.કે.સિંહ, કિરણ રિજીજુ, અનુરાગ ઠાકુર, રમેશ પોખરિયાલ, જીતેન્દ્રસિંહ સહિત કુલ 36 મંત્રી અંતરિયાળ વિસ્તારોની મુલાકાત લેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply