નીટના પરિણામ પર સ્ટે આપવા સુપ્રીમકોર્ટનો ઇનકાર
Live TV
-
4 જૂનના રોજ સોમવારે કરાયું પરિણામ જાહેર.
ઓલ ઇન્ડિયા નીટના પરિણામ પર સ્ટે આપવાનો સુપ્રીમકોર્ટે ઇનકાર કર્યો છે. જેના પગલે નીટનું પરિણામ સોમવારે જાહેર કરાયું છે. પરીક્ષા રદ કરવાની માગણી સામે સુપ્રીમમાં અરજી થઈ હતી. જેમાં જણાવાયું હતું કે, પરીક્ષાનું મૂળ પ્રશ્નપત્ર અંગ્રેજીમાં તૈયાર થયું હતું, પરંતુ તેના પ્રાદેશિક ભાષાનો અનુવાદ યોગ્ય રીતે ન થતાં વિદ્યાર્થીઓને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નીટ 2018 દેશભરના 136 શહેરોમાં બે હજાર બસ્સો પંચાવન પરીક્ષા કેન્દ્રો પરથી લેવાઈ હતી. જેમાં પાંચ લાખ,80 હજાર વિદ્યાર્થીઓ અને સાત લાખ,46 હજાર વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.
