Skip to main content
Settings Settings for Dark

કાશ્મીરના શોપિયાંનમાં આતંકીઓએ કર્યો પોલીસના કાફલા પર હુમલો

Live TV

X
  • કાશ્મીરના શોપિયાંન મુખ્ય ચોકમાં આતંકવાદીઓએ પોલીસ કાફલા પર ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો હતો. જેમાં એક બાળક સહિત પાંચ નાગરિક ઘાયલ થયા હતા. આ અગાઉ પાકિસ્તાને રવિવારે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

    જમ્મુ કાશ્મીરના પરગવાલ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરાયો હતો. જેમાં BSFના બે જવાન શહીદ થયા હતા, જ્યારે 16 જેટલા સ્થાનિક નાગરિકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે ભારતે પાકની આ નાપાક હરકતનો જડબા-તોડ જવાબ આપ્યો હતો. દરમિયાનમાં કુપવાડાના કેરન ક્ષેત્રમાં આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસને જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. સેનાએ કરેલી કાર્યવાહીમાં એક આતંકીને ઠાર મારવામાં સફળતા મળી હતી. ઘૂસણખોરીની બાતમી મળતા જ જવાનોએ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આતંકીઓએ સેના પર ગોળીબાર શરૂ કરતાં જવાનોએ પણ વળતો ગોળીબાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, છ દિવસ પહેલા DGMO સ્તરની ચર્ચા દરમિયાન પાકિસ્તાને વર્ષ 2003ના સંઘર્ષ વિરામ સમજૂતીનું પાલન કરવા સહમતી દર્શાવી હતી. છ દિવસ પહેલા આપેલા વચનનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરાતાં તેની દાનત સ્પષ્ટ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply