નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રટ અને પીએમ મોદી વચ્ચે યોજાઇ મુલાકાત
Live TV
-
બંને નેતાઓ પરસ્પર દેશો વચ્ચેના આર્થિક અને રાજકીય સહયોગને વધુ મજબૂત કરશે..
નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રટ આજથી બે દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી. આ અગાઉ રટે ભારતીય વેપારીઓના પ્રતિનિધિ મંડળ સાથે પણ બેઠક કરી હતી. રટના આ પ્રવાસનો હેતુ બંને દેશો વચ્ચેના આર્થિક અને રાજકીય સહયોગને વધુ મજબૂત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ યાત્રાના 1 વર્ષ દરમિયાન જ રટ ભારત પ્રવાસે આવ્યા છે. આ તેમનો બીજો ભારત પ્રવાસ છે, જોકે 2017માં બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. આ પૂર્વે તેઓ 2015માં ભારત આવ્યા હતા. રટ એક ઉચ્ચસ્તરીય પ્રતિનીધિ મંડળ સાથે ભારત પ્રવાસે આવ્યા છે. તેઓ સ્વચ્છ ગંગા અભિયાન પર આધારિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે.
