પ.બંગાળમાં PM મોદી અને બાંગ્લાદેશના PM વચ્ચે આજે થશે મુલાકાત
Live TV
-
વિશ્વ ભારતી યુનિવર્સિટીના ચાન્સલર તરીકે પ્રધાનમંત્રી દિક્ષાંત સમારોહમાં પણ ભાગ લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , આજે પશ્ચિમ બંગાળના શાંતિ નિકેતન ખાતે , બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કરશે. બંને નેતાઓની આ મુલાકાતને , ઘણી મહત્વની ગણવામાં આવે છે. પ્રધાનમંત્રી આ પ્રસંગે બાંગ્લાદેશ ભવનનું ઉદઘાટન પણ કરશે. વિશ્વ ભારતી યુનિવર્સિટીના ચાન્સલર તરીકે , પ્રધાનમંત્રી દિક્ષાંત સમારોહમાં પણ ભાગ લેશે. પશ્ચિમ બંગાળના વિરભૂમ જિલ્લામાં , વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના , રવિન્દ્રનાથ ટાગોરે 1921 માં કરી હતી. 1951માં , તેને કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયનો દરજ્જો મળ્યો હતો. આ યુનિવર્સિટી , ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સાંસ્કૃતિક સંબંધોનું પ્રતિક છે.
